મોટા આશાપુરા મંદિર ફરાદી-કચ્છ અદ્ભુત અવિસ્મરણીય અગોચર Faradi Jagir Trust મંદિર નિર્માણ થી લઈ હાલ સુધી સંક્ષિપ્ત માહિતી.⬇️ લોકવાયકા મુજબ દેશળજી બાવાને માતાજી સ્વપ્નમાં આવી મંદિર બનાવવાનો આદેશ આપે છે. જેથી પ્રેરિત થઈને સ્વપ્નમાં મળેલ એંધાણી પર શોધખોળ કરતાં માતાજીની પથ્થરની સ્વયંભૂ મૂર્તિ મળે છે. ત્યાં મહારાવ દેશી નળિયા વાળું મંદિર બનાવડાવે છે. તેઓ જ્યારે ભુજ પહોંચે છે તો રાજમહેલમાં કાટમાળ જોવા મળે છે. બીજા દિવસે ફરી માતાજી તેમને હુકમ કરે છે કે તેઓ નાની રુદ્રાણી જેવું શિખરબંધ મંદિર બનાવવામાં આવે. તે માટેનો પથ્થર માતા વારી ખાણનો વાપરવામાં આવે. ત્યારબાદ બનેલ મંદિર તદ્દન નાની રુદ્રાણી મંદિર જેવું શિખરબંધ હતું. જે આજે પણ જોઈ શકાય છે. મુળ મંદિર માળખાને જાળવીને તેને રીનોવેશન કરવામાં આવેલ છે. મંદિર બાબતે ઐતિહાસિક સાક્ષ્ય.⬇️ મહારાવ દેશળજી બીજા દ્વારા માંડવી - ભુજને જોડતા રાજમાર્ગ પર ખારી નદી અને મીઠી નદીની વચ્ચેના ભાગમાં આસો સુદ 15, સંવત 1915ના રોજ માં આશાપુરાનું મંદિર બંધાવાની ઈચ્છા હતી. તેનો ખત માંડવી વહીવટદાર મારફતે ફરાદી જાગીરદાર ટીલાટ જીહાજીને ...
The History of Faradi Jagir