Skip to main content

ઐતિહાસિક વારસાનું જતન - ફરાદી કચ્છ ના સંક્ષિપ્ત ઐતિહાસિક માહિતી સાથે..


ભાગ - ૧

ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ

કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે.
સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી.
કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું.
આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે.
આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં.
આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.
       ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ.
આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે.
ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવનાર જાગીર હતી.
Https://youtube.com/c/KutchiBawaTalentHub

      ઈ.સ.2019નો ડેલીનો ફોટોગ્રાફ⬆️
         ઈ.સ.2020 નો ડેલીનો ફોટોગ્રાફ⬆️

ઈ.સ.2014નો ફોટોગ્રાફ ⬆️

કેટલાય વર્ષોથી તપસ્યામાં લીન કોઈ ઋષિમૂની જેમ આ ડેલી પણ પોતાના કાયાપલટની રાહમાં સમાધિષ્ઠ ઋષિ જેવી લાગતી!!
        ઈ.સ. 2007નો ફોટોગ્રાફ ⬆️⬇️


ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો કચ્છમાં ઈ.સ.1510 થી ઈ.સ.1948 સુધી રાજધાની ભુજ મધ્યે મહારાવશ્રી ખેંગારજી પ્રથમના વંશ વારસોએ રાજસત્તા ભોગવી.
મહારાવ ખેંગારજી પ્રથમની છઠ્ઠી પેઢીએ મહારાવશ્રી રાયધણજી પ્રથમ (ઈ.સ. 1666-ઈ.સ.1698) થયા.
તેઓને નવ કુંવરો હતા.
જેઓને નીચે મુજબ ગામ ગરાસ મળેલ હતો.
1)કુંવર નોંઘણજી - કોઠારા, સુથરી, સાભરાઈ,ગોણિયાસર, ચિયાસર, કોટડા, નરા, રવ, અકરી, પાનેલી.
2)કુંવર રવાજી-કટારીયા, મોરબી, માળિયા, લાકડિયા, ચિત્રોડ, કુંભારડી, વિજપાસર, વાંઢીયા.
3કુંવર પ્રાગમલજી પ્રથમ - ભુજની ગાદીએ બિરાજમાન
4)કુંવર ગોપાલજી - ફરાદી, રાજડા, ભીંસરા, ટપ્પર, મેરાઉ.
5) કુંવર સુજોજી-બાડા, તેરા.
6)કુંવર જુણોજી-કેરા, ભાચુંડા, ભાનાડા.
7)કુંવર આસોજી- બિદડા
8)કુંવર લખધીરજી - કપુરાશી, ખૂડી
9)કુંવર અજોજી

રાજાનો મોટો કુંવર યુવરાજ ગાદી વારસ બને અને બાકીના ભાઈઓ ફટાયા કહેવાય તેઓને અમુક ગામનો ગરાસ મળે છે.
તેઓ ઠાકોર સાહેબ, ટીલાટ કે જાગીરદાર તરીકે ઓળખાય છે.
આ જાગીરદારો પોતાને મળેલા ગામમાં દરબાર ગઢ બંધાવે છે.

ફરાદી જાગીર ગઢ અને ડેલીની થોડી ઐતિહાસિક માહિતી નીચે મુજબ છે.⬇️ 
કચ્છના મહારાવશ્રી રાયધણજીના કુંવર ઠાકોર સાહેબ શ્રી ગોપાલજી જાડેજા જેમને ફરાદી, રાજડા, ભીંસરા, ટપ્પર, મેરાઉ નો ગરાસ મળેલ.
ઠા. સા. ગોપાલજી દ્વારા વૈશાખ સુદ ચોથ, સવંત 1740 (ઈ.સ. 1683)ના રોજ વાઘા સલાટ પાસે ગઢનુ બાંધકામ કરાવેલ છે.
    જુનો લેખ જે વંચાવા લાયક ન હતો.⬆️

⬆️લેખની કાળજી પૂર્વક સાફ સફાઈ કરતાં મિત્રો ધ્રુવરાજસિંહ જાડેજા જાખોત્રા, લક્કીરાજસિંહ ઝાલા ભાલારા, કુલદીપ સિંહ વાઘેલા ફરાદી, અજયસિંહ ગોહિલ ચમારડી વગેરે😁

   મહેનત માંગી લેતી સાફ સફાઈ પછીનો લેખ ⬆️
આ બાબતનો લેખ ગઢના તોપ વારા કિલ્લાની દક્ષિણ દિશામાં આવેલ છે.
[જેનું વાંચન લક્કીરાજસિંહજી ઝાલા(ક્ચ્છ ઈતિહાસ સંશોધન તેમજ ઉપ પ્રમુખ ઈષ્ટદેશ ઝાલાવાડ સંશોધન મંડળ)- ભાલારા વાળાએ કરેલ છે.]
લખાણની તક્તિ થોડા ઘણાં અંશે કાળની થપાટો અને માનવીય ગતિવિધિઓના કારણે ખંડીત થયેલ છે.

ફરાદી ગઢમાં મુખ્ય પ્રવેશદ્વાર ડેલી અને બે બારીઓ આવેલ છે. જે બજેરી વારો રસ્તો અને જખેડા વારો રસ્તો છે.


ઈ.સ.2001ના ધરતીકંપ પહેલાના ફરાદી દરબાર ગઢ અંદરનો ફોટોગ્રાફ.

ઈ.સ.2001ના ભૂકંપે વેરેલી તારાજીના દ્રશ્યો આજે પણ ફરાદીના દરબારમાં જોઈ શકાય છે.

બે માળ- ત્રણ માળના કચ્છી કમાંગરી ચિત્રકળા અને કોતરણીથી ભરપૂર ઝરૂખા સાથેની મેડીઓ અને બંગલાના ભગ્નાવશેષો જાણે પોતાના પુનરુસ્થાનની રાહ જોઈને બેઠા છે!!

આ ગઢનો મુખ્ય પ્રવેશદ્વાર ડેલી જાણે 337 વર્ષથી આહલેક જગાવતી હોય તેમ, તેમાથી પસાર થનારા દરેકને ઢંઢોરવાનો પ્રયાસ કરતી હશે.!
ત્યારે ઈ.સ. 2011માં સમાજવાડી અને ડેલીનું શરુઆતી કામ થાય છે.¡¡
જે સમયાંતરે રીનોવેશન થકી આજની સ્થિતિએ પહોંચેલ છે.


⬆️ગઢની બાજુમાં સમાજવાડીની સ્થાપના ઈ.સ.2011માં કરવામાં આવેલ છે.
જેમાં શહેરોમાં પણ ના હોય તેવી લગ્ન પ્રસંગને અનુરૂપ દરેક સુવિધાઓ  ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

તાજેતરમાં ફરાદી જાડેજા ભાયાત દ્વારા ફરાદી ગઢની ડેલીના પુનરુસ્થાન(રીનોવેશન) થકી તેની ભવ્યતાને ફરી ઉજાગર કરીને અન્ય ગામો માટે ઐતિહાસિક સ્મારકો અને સાંસ્કૃતિક વિરાસતના જતન માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.આજે પણ આ ડેલી શુભ પ્રસંગોના મેળાવડા થી લઈને દુ:ખદ પ્રસંગની શોકસભાની સાક્ષી રહે છે.



આવી જ રીતે દરબાર ગઢના બચેલા ભગ્નાવશેષો જેવા કે બચેલા કોઠા, ગઢની રાંગ, દેવસ્થાનની જગ્યાઓ, સુરાપુરા અને પાળિયાઓ વગેરેનું પણ જતન થતું રહે તે ઇચ્છનીય છે.¡¡

કચ્છ ઈતિહાસ પરીષદ દ્વારા પ્રસિદ્ધ થતી કચ્છ સાંસ્કૃતિક પત્રિકાના કચ્છના ગઢ અને કિલ્લાઓ વારા પ્રથમ અંકમાં ફરાદી ગઢ વિશેની માહિતી આવેલી હતી.
આથી અંહી કચ્છ ઈતિહાસ પરીષદ અને પ્રમોદભાઈ જેઠીના ઈતિહાસ ઉત્ખનનના કાર્યને બિરદાવી આભાર પ્રગટ કરીએ છીએ.⬇️

આજે જ્યારે આજની યુવા પેઢીને સાફા અને પાઘડીનો શોખ કદાચ સોશિયલ મીડિયાની લાઈક મેળવવા માટેથી જાગ્યો હશે પણ આવનારા સમયમાં આજ વસ્તુ તેને સાંસ્કૃતિક વારસાના જતન અને પુનરુસ્થાન માટે પ્રેરિત કરશે એવી મને આશા છે.
કચ્છી પાઘ શિખવા માટેનો યુ ટ્યુબ વિડિયો લિંક
1)🖥️https://youtu.be/MYxEzNfW_Fc

2)🖥️https://youtu.be/puhwK0wTGrM

આજે કેટલાક નવલોહીયા યુવાનો સાફા, પાઘડી, તલવારબાજી તેમજ પાળિયા અને ઐતિહાસિક ધરોહરની મુલાકાત અને ચિંતન કરતાં નજરે પડે છે જે ખૂબ જ આવકારદાયક પગલું છે.
આજ નો યુવાન વ્યસનોને તજ્ય ગણી ગામ દીઠ એક યુવાન પોતાના ગામને ફરી ઐતિહાસીક તવારીખમાં ઊભું કરે તો આપણાં ઐતિહાસિક વારસામાં ચાર ચાંદ લાગી જાય!!

ફરાદી જાગીરનો ઓરીજનલ આંબો(વંશાવલી). ⬇️
જે આજે યોગ્ય માવજત અને રખરખાવના અભાવે ખૂબ જ ખરાબ હાલતમાં છે.




આ ઉપરાંત ગામમાં સતીઓ, સુરાપુરાના પાળિયાઓ અને છતેડીનું પણ જતન થયેલ છે. ⬇️


ગામનાં વિવિધ ઐતિહાસિક મંદિરો કાયાપલટ સાથે આજે જીર્ણોદ્ધાર થઈ ચુકેલા છે.
જેની વિગતે માહિતી આવતાં ભાગમાં આપવામાં આવશે. ⬇️



આજે જ્યારે ડિજિટલ અને ઝડપી યુગમાં યુવાનોને કદાચ પુસ્તકો વાંચવાનો સમય નથી ત્યારે આ જ ડિજિટલ માધ્યમ દ્વારા ઐતિહાસિક માહિતીને ઐતિહાસિક તથ્યો અને સાક્ષ્યો સાથે આપવાનો નાનો અમથો નમ્ર પ્રયાસ છે.
લેખની ત્રુટી બાબત આપના સુચનો, અન્ય માર્ગદર્શન વોટ્સઅપ પર આવકાર્ય છે.
લેખ-
પુષ્પરાજસિંહ રાજેંદ્રસિંહ જાડેજા
ફરાદી-કચ્છ
9998839490
7984454950

Www.Prjadeja.com

Www.youtube.com/c/KutchiBawaTalentHub

Comments

  1. 🙏🙏🙏🙏🙏🙏🙏
    Jay mataji
    Khub saras bhai👌👌👌👌

    ReplyDelete
    Replies
    1. ખૂબ ખૂબ ધન્યવાદ
      આભાર 🙏🅿️

      Delete
  2. શ્રીમાન પુષ્પરાજસિહજી જાડેજા, ફરારી તથા આપના સ્વર્ગસ્થ તેમજ હયાત સર્વ વડીલો ને જયમાતાજી. આપ સૌની માં આશાપુરા દેવી ચડતી કળા રાખે. આપશ્રી એ ખુબજ ઉમદા અને કચ્છ ના દરેક દરબારગઢ ના વારસોએ કરવા જેવું અનુકરણીય કાર્ય નાશ પામતી આપણી સંસ્કૃતિ ની જાળવણી નું કામ હાથ પર લીધું છે એ ખુબ જ આનંદ ની વાત છે. આપની જેમ કચ્છ ના દરેક ગામમાં જેમાં દરબાર ગઢો અને પ્રાચીન સ્મારકો પાળિયાઓ છે તેનું જતન અને રક્ષણ સંવર્ધન થાય તે આવતી પેઢીઓ માટે કરવા જેવું કામ છે. અભિનંદન અને શુભેચ્છાઓ. દલપતભાઈ દાણીધારિયા. વ્યવસ્થાપક, પ્રાગમહેલ-ગ્રંથ સંગ્રહાલય. દરબારગઢ, ભુજ.મો.8238209718 email.ddanidharia@gmail.com

    ReplyDelete
  3. દલપતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.
    આપ જેવાં અનુભવી અને જાણકાર વ્યક્તિઓનો સાથ અને માર્ગદર્શન આ કાર્યમાં સોનામાં સુગંધ જેવું કાર્ય થાશે.
    આપનો ખૂબ ખૂબ આભાર..

    ReplyDelete

Post a Comment

ad

Popular posts from this blog

અફીણનું બંધાણ અને ફરાદી જાગીરનો ભુજ સાથે પત્ર વ્યવહાર.

 કચ્છ રાજ્યમાં એક સમયનું પ્રખ્યાત બંધાણ એટલે અફીણ. અફીણના બંધાણીઓ માટે તેનો નિરંતર પુરવઠો સમય પર મળવો અતિ આવશ્યક હતો. અફીણ એટલે મહા બંધાણ કે મુર્દામાં જાન ફુંકનાર શક્તિ¡¡ કવિઓએ અફીણના નશાને પ્રિયતમાના પ્રેમ સાથે સરખાવ્યો છે. જેમ કે તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારી રૂપની પુનમનો પાગલ એકલો. તો વાર્તાકારો અને વિચારકોએ તેને ખરલના ખેલ કે ઉંદર ખરલમાં ગારેલ અફીણનો કેફ ચાટી જતાં ક્યાં ગ્યાં એની મા ના મિંદડા.... વગેરે વાર્તાઓ દ્વારા નશો ક્યારેક ભાન ભુલાવે છે તે પછી  સત્તા હોય, રુપિયા હોય કે કોઈ પદનો નશો હોય. જે આ અફીણી વાર્તાઓ દ્વારા ઉપદેશ આપવામાં આવ્યો છે. આજ અફીણના બીજ જેને આપણે ખસખસ કહીએ છીએ તે અફીણના ડોડામાંથી પ્રાપ્ત થઈ ગણપતિના મોદકના સ્વાદમાં વધારો કરે છે. ઉપરાંત લૂઝ મોશન અને અન્ય તકલીફોમાં અફીણ અને ખસખસનો દવા તરીકે ઉપયોગ પણ થતો આવ્યો છે. રાજાશાહીમાં યુધ્ધના મેદાનમાં જતાં પહેલાં યોદ્ધાઓ અને ડેલીઓના ડાયરામાં બેઠેલાં મહેમાનોમાં ખોબલેને ધોબલે કસુંબાઓ પાવામાં આવતાં. કસુંબલ ડાયરાઓનું પણ લોકસાહિત્યમાં એક આગવું મહત્વ છે. ત્યારે અફીણની આટલી પિષ્ટપેષણ પછી ફોટોમાં આપેલ પત્ર એ ફરાદી...

ફરાદી મોટા આશાપુરા માતાજીના મંદિરની સંક્ષિપ્ત માહિતી ઐતિહાસિક તથ્યો અને સાક્ષ્યો સાથે...

 મોટા આશાપુરા મંદિર ફરાદી-કચ્છ અદ્ભુત અવિસ્મરણીય અગોચર Faradi Jagir Trust મંદિર નિર્માણ થી લઈ હાલ સુધી સંક્ષિપ્ત માહિતી.⬇️ લોકવાયકા મુજબ દેશળજી બાવાને  માતાજી સ્વપ્નમાં આવી મંદિર બનાવવાનો આદેશ આપે છે. જેથી પ્રેરિત થઈને સ્વપ્નમાં મળેલ એંધાણી પર શોધખોળ કરતાં માતાજીની પથ્થરની સ્વયંભૂ મૂર્તિ મળે છે.  ત્યાં મહારાવ દેશી નળિયા વાળું મંદિર બનાવડાવે છે.  તેઓ જ્યારે ભુજ પહોંચે છે તો રાજમહેલમાં કાટમાળ જોવા મળે છે.  બીજા દિવસે ફરી માતાજી તેમને હુકમ કરે છે કે તેઓ નાની રુદ્રાણી જેવું શિખરબંધ મંદિર બનાવવામાં આવે. તે માટેનો પથ્થર માતા વારી ખાણનો વાપરવામાં આવે.  ત્યારબાદ બનેલ મંદિર તદ્દન નાની રુદ્રાણી મંદિર જેવું શિખરબંધ હતું.  જે આજે પણ જોઈ શકાય છે. મુળ મંદિર માળખાને જાળવીને તેને રીનોવેશન કરવામાં આવેલ છે. મંદિર બાબતે ઐતિહાસિક સાક્ષ્ય.⬇️   મહારાવ દેશળજી બીજા દ્વારા માંડવી - ભુજને જોડતા રાજમાર્ગ પર ખારી નદી અને મીઠી નદીની વચ્ચેના ભાગમાં આસો સુદ 15, સંવત 1915ના રોજ માં આશાપુરાનું મંદિર બંધાવાની ઈચ્છા હતી. તેનો ખત માંડવી વહીવટદાર મારફતે ફરાદી જાગીરદાર ટીલાટ જીહાજીને ...