Skip to main content

ફરાદી મોટા આશાપુરા માતાજીના મંદિરની સંક્ષિપ્ત માહિતી ઐતિહાસિક તથ્યો અને સાક્ષ્યો સાથે...

 મોટા આશાપુરા મંદિર

ફરાદી-કચ્છ

અદ્ભુત અવિસ્મરણીય અગોચર

Faradi Jagir Trust

મંદિર નિર્માણ થી લઈ હાલ સુધી સંક્ષિપ્ત માહિતી.⬇️

લોકવાયકા મુજબ દેશળજી બાવાને  માતાજી સ્વપ્નમાં આવી મંદિર બનાવવાનો આદેશ આપે છે. જેથી પ્રેરિત થઈને સ્વપ્નમાં મળેલ એંધાણી પર શોધખોળ કરતાં માતાજીની પથ્થરની સ્વયંભૂ મૂર્તિ મળે છે. 

ત્યાં મહારાવ દેશી નળિયા વાળું મંદિર બનાવડાવે છે. 

તેઓ જ્યારે ભુજ પહોંચે છે તો રાજમહેલમાં કાટમાળ જોવા મળે છે. 

બીજા દિવસે ફરી માતાજી તેમને હુકમ કરે છે કે તેઓ નાની રુદ્રાણી જેવું શિખરબંધ મંદિર બનાવવામાં આવે. તે માટેનો પથ્થર માતા વારી ખાણનો વાપરવામાં આવે. 

ત્યારબાદ બનેલ મંદિર તદ્દન નાની રુદ્રાણી મંદિર જેવું શિખરબંધ હતું. 

જે આજે પણ જોઈ શકાય છે.

મુળ મંદિર માળખાને જાળવીને તેને રીનોવેશન કરવામાં આવેલ છે.

મંદિર બાબતે ઐતિહાસિક સાક્ષ્ય.⬇️

  મહારાવ દેશળજી બીજા દ્વારા માંડવી - ભુજને જોડતા રાજમાર્ગ પર ખારી નદી અને મીઠી નદીની વચ્ચેના ભાગમાં આસો સુદ 15, સંવત 1915ના રોજ માં આશાપુરાનું મંદિર બંધાવાની ઈચ્છા હતી.

તેનો ખત માંડવી વહીવટદાર મારફતે ફરાદી જાગીરદાર ટીલાટ જીહાજીને મંદિર બાંધકામ બાબતે ગાડા વગેરેની વ્યવસ્થા કરવાનું જણાવેલ છે.

જે બાબતનો ખત સામેલ કરેલ છે.

મહારાવ દેશળજી બીજા મંદિર બનાવવા માંગે છે તે બાબતનો ખત ઓરીજનલ ખત સં. 1915

આ મંદિર બની ગયા બાદ કચ્છ રાજ તરફથી મંદિરનું નિર્માણ થયું હતું તેથી તે કચ્છીમાં વડી જગ્યા કહેવાણી.

પાછળથી તે મોટી માતા તરીકે લોકજીભે પ્રચલિત બન્યું.

કારણ કે એક આશાપુરામાંનું મંદિર ત્યારે ફરાદીમાં હયાત હતું જે નંઢી જગ્યા ને કાળક્રમે નાની માતા કહેવાયું.

નાની માતા મંદિર (નાના આશાપુરા મંદિર ફરાદી કચ્છ)

બંને મંદિરો અદ્ભુત સૌંદર્ય, પ્રકૃતિના સાનિધ્યમાં, મનને શાંતિ અને પ્રફુલ્લિત કરતી જગ્યાઓ પર છે.

બંનેની વિશેષતા એ છે કે તેના ચાચરની માટી એકદમ મંગળની સપાટી જેવી લાલ જોવા મળે છે.

જે તેના પેટાળમાં ધરબાયેલા ખનીજોના પ્રતાપે દિવ્ય રુપ ધારણ કરે છે.

ચોમાસામાં નાની માતાની ઝાડીની હરીયાલી અને મોટી માતા પાસે આવેલ ફરાદી નાની સિંચાઈ યોજનાના ડેમને કારણે અદ્ભુત નજારો જોવા મળે છે.

ત્યાં આસપાસ નસીબ સારા હોય તો દુર્લભ પ્રજાતિના કાચબા, વૈજુ, ચિબરી, ઘુવડ જોવા મળી શકે છે.શિયાળ, સસલાં, લોંકડી, રોઝ(નિલગાય) વગેરે તો ખરું જ.

આ જીવો જો દેખાય તો તેને હેરાન ના કરતા તેને તેની મસ્ત અવસ્થામાં જીવવા દઈએ.

કાચબા ઘરે લઈ જઈ તેને પાળવા તે વાઈલ્ડ લાઈફ એક્ટ 1972 હેઠળ કાનૂનન અપરાધ છે જેથી એવી ભૂલ નો કરવી.

આ ઉપરાંત વનસ્પતિમાં ગુગળ, ખેર, (પીલું) ખારી જાર, મીઠી જાર, ગાંગડી, લોયા, સાચી પત્રીવિધીના છોડ, શતાવરીની વેલ, મુંઢેરી(બહુફળી), નાની-મોટી ગોખરું અને અન્ય ઘણું.

ફરાદી જવાં માટે

ભુજથી બસ સવારે 7:00 વાગ્યા આસપાસ ઉપડે છે જે ફરાદી પહોંચાડે છે. જે 50 કીમી છે.

ભુજથી વાયા કોડાયપુલ - બિદડા થઈને ફરાદી પહોંચી શકાય છે.

ગાંધીધામ - માંડવી હાઈવે પર નાની ખાખરથી ફરાદી જવાનો માર્ગ છે.

ઉપરાંત બિદડા તરફ જતા રામદેવપીર વારો ગેટ દેખાશે ત્યા પાટીયાથી 5 કીમી છે.

ગામમાં અન્ય પણ ઘણાં ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો છે.

ઉપરાંત મીરાપાર્ક બગીચો છે જેમાં નિલકંઠ મહાદેવની ~32ફુટ ઉંચી મૂર્તિ છે. 

રામદેવપીરના પગલાં મંદિર અને તેમની હયાતીમાં આવેલ તેનાં ઘણાં સાક્ષ્યો આજે પણ મોજૂદ છે.

ગામમાં મંદિર, જૈન દહેરાસર, મસ્જિદનો ત્રિવેણી સંગમ જોવા મળશે.

વધુ વિગતો માટે  મુલાકાત કરો.⬇️

https://faradijagir.blogspot.com

Photo courtesy : 

1)unknown person by whatsapp.

2)Ajaysinh Jadeja Faradi 

3) Shivrajsinh Vaghela Faradi 

Like our pages👍⬇️

Facebook page

@faradijagirtrust 

Instagram page @faradi_jagir 

like karo



















Comments

ad

Popular posts from this blog

ઐતિહાસિક વારસાનું જતન - ફરાદી કચ્છ ના સંક્ષિપ્ત ઐતિહાસિક માહિતી સાથે..

ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.        ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધર...

અફીણનું બંધાણ અને ફરાદી જાગીરનો ભુજ સાથે પત્ર વ્યવહાર.

 કચ્છ રાજ્યમાં એક સમયનું પ્રખ્યાત બંધાણ એટલે અફીણ. અફીણના બંધાણીઓ માટે તેનો નિરંતર પુરવઠો સમય પર મળવો અતિ આવશ્યક હતો. અફીણ એટલે મહા બંધાણ કે મુર્દામાં જાન ફુંકનાર શક્તિ¡¡ કવિઓએ અફીણના નશાને પ્રિયતમાના પ્રેમ સાથે સરખાવ્યો છે. જેમ કે તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારી રૂપની પુનમનો પાગલ એકલો. તો વાર્તાકારો અને વિચારકોએ તેને ખરલના ખેલ કે ઉંદર ખરલમાં ગારેલ અફીણનો કેફ ચાટી જતાં ક્યાં ગ્યાં એની મા ના મિંદડા.... વગેરે વાર્તાઓ દ્વારા નશો ક્યારેક ભાન ભુલાવે છે તે પછી  સત્તા હોય, રુપિયા હોય કે કોઈ પદનો નશો હોય. જે આ અફીણી વાર્તાઓ દ્વારા ઉપદેશ આપવામાં આવ્યો છે. આજ અફીણના બીજ જેને આપણે ખસખસ કહીએ છીએ તે અફીણના ડોડામાંથી પ્રાપ્ત થઈ ગણપતિના મોદકના સ્વાદમાં વધારો કરે છે. ઉપરાંત લૂઝ મોશન અને અન્ય તકલીફોમાં અફીણ અને ખસખસનો દવા તરીકે ઉપયોગ પણ થતો આવ્યો છે. રાજાશાહીમાં યુધ્ધના મેદાનમાં જતાં પહેલાં યોદ્ધાઓ અને ડેલીઓના ડાયરામાં બેઠેલાં મહેમાનોમાં ખોબલેને ધોબલે કસુંબાઓ પાવામાં આવતાં. કસુંબલ ડાયરાઓનું પણ લોકસાહિત્યમાં એક આગવું મહત્વ છે. ત્યારે અફીણની આટલી પિષ્ટપેષણ પછી ફોટોમાં આપેલ પત્ર એ ફરાદી...