Skip to main content

Posts

નોબત અને કચ્છ : કચ્છી લોક વાદ્ય

 #નોબત શુભપ્રસંગે અથવા યુદ્ધના સમયે વગાડવામાં આવતી. નર અને માદા એમ બે જોડમાં હોમ. નોબતનું તળિયું તાંબું-પિત્તળ કે પંચધાતુનુ હોય જેથી તેનો સ્વર તબલાં, નગારું, નરઘાંથી અલગ પડે છે. રાજાશાહી વખતથી કચ્છમાં લગ્ન હોઇ કે, ત્યૌહાર પણ નોબત અને શરણાઇના સૂર ન રણકે ત્યાર સુધી ખુશીનો માહોલ બંધાય જ નહીં પરંતુ આજે ફેશનનો મોર્ડન જમાનો છે. ત્યારે લોકો આવા સાંસ્કૃતિક વાધ્યોને ભૂલી રહ્યા છે.  એક જમાનો હતો જ્યાં લગ્ન નક્કી થતાં જ ઢોલની ઘરના આંગણે ઢોલ વગાડતા અને પરિવારની સ્ત્રીઓ ઢોલ વધાવતી પરંતુ આજે આ પરંપરા માત્ર #દરબાર જ્ઞાતીના લોકોમાં જ જીવંત છે. કચ્છમાં નોબત અને શરણાઇનો ચારસો વર્ષ જૂની સંસ્કૃતિ છે પરંતુ આજે ભુજની અંદર શરણાઇ, નોબત, મોરચંગ કે જોડિયા પાવા જેવા વાધ્યો લગ્નપ્રસંગોમાં જોવા મળતા નથી. અને તેના કલાકારો પણ આંગણીના વેંઢે ગણી શકાય તેટલા જ રહ્યા છે. > કચ્છી વાદકે #એફીલ ટાવર પર નોબત વગાડી હતી કચ્છના #સુલેમાન_જુમા નું નામ નોબત વાદનક્ષેત્રે ગૌરવથી લેવાય છે. #ફ્રાન્સની સરકારે તેના નોબત વાદનથી પ્રભાવિત થઇ તેને એફિલ ટાવર પર નોબત વગાડવાનું આમંત્રણ આપ્યું હતું. જ્યાં આ કચ્છી કલાકારે નોબત વગાડીને મોટી સંખ

ફરાદી મોટા આશાપુરા માતાજીના મંદિરની સંક્ષિપ્ત માહિતી ઐતિહાસિક તથ્યો અને સાક્ષ્યો સાથે...

 મોટા આશાપુરા મંદિર ફરાદી-કચ્છ અદ્ભુત અવિસ્મરણીય અગોચર Faradi Jagir Trust મંદિર નિર્માણ થી લઈ હાલ સુધી સંક્ષિપ્ત માહિતી.⬇️ લોકવાયકા મુજબ દેશળજી બાવાને  માતાજી સ્વપ્નમાં આવી મંદિર બનાવવાનો આદેશ આપે છે. જેથી પ્રેરિત થઈને સ્વપ્નમાં મળેલ એંધાણી પર શોધખોળ કરતાં માતાજીની પથ્થરની સ્વયંભૂ મૂર્તિ મળે છે.  ત્યાં મહારાવ દેશી નળિયા વાળું મંદિર બનાવડાવે છે.  તેઓ જ્યારે ભુજ પહોંચે છે તો રાજમહેલમાં કાટમાળ જોવા મળે છે.  બીજા દિવસે ફરી માતાજી તેમને હુકમ કરે છે કે તેઓ નાની રુદ્રાણી જેવું શિખરબંધ મંદિર બનાવવામાં આવે. તે માટેનો પથ્થર માતા વારી ખાણનો વાપરવામાં આવે.  ત્યારબાદ બનેલ મંદિર તદ્દન નાની રુદ્રાણી મંદિર જેવું શિખરબંધ હતું.  જે આજે પણ જોઈ શકાય છે. મુળ મંદિર માળખાને જાળવીને તેને રીનોવેશન કરવામાં આવેલ છે. મંદિર બાબતે ઐતિહાસિક સાક્ષ્ય.⬇️   મહારાવ દેશળજી બીજા દ્વારા માંડવી - ભુજને જોડતા રાજમાર્ગ પર ખારી નદી અને મીઠી નદીની વચ્ચેના ભાગમાં આસો સુદ 15, સંવત 1915ના રોજ માં આશાપુરાનું મંદિર બંધાવાની ઈચ્છા હતી. તેનો ખત માંડવી વહીવટદાર મારફતે ફરાદી જાગીરદાર ટીલાટ જીહાજીને મંદિર બાંધકામ બાબતે ગાડા વગેરેની વ્યવસ્

અફીણનું બંધાણ અને ફરાદી જાગીરનો ભુજ સાથે પત્ર વ્યવહાર.

 કચ્છ રાજ્યમાં એક સમયનું પ્રખ્યાત બંધાણ એટલે અફીણ. અફીણના બંધાણીઓ માટે તેનો નિરંતર પુરવઠો સમય પર મળવો અતિ આવશ્યક હતો. અફીણ એટલે મહા બંધાણ કે મુર્દામાં જાન ફુંકનાર શક્તિ¡¡ કવિઓએ અફીણના નશાને પ્રિયતમાના પ્રેમ સાથે સરખાવ્યો છે. જેમ કે તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારી રૂપની પુનમનો પાગલ એકલો. તો વાર્તાકારો અને વિચારકોએ તેને ખરલના ખેલ કે ઉંદર ખરલમાં ગારેલ અફીણનો કેફ ચાટી જતાં ક્યાં ગ્યાં એની મા ના મિંદડા.... વગેરે વાર્તાઓ દ્વારા નશો ક્યારેક ભાન ભુલાવે છે તે પછી  સત્તા હોય, રુપિયા હોય કે કોઈ પદનો નશો હોય. જે આ અફીણી વાર્તાઓ દ્વારા ઉપદેશ આપવામાં આવ્યો છે. આજ અફીણના બીજ જેને આપણે ખસખસ કહીએ છીએ તે અફીણના ડોડામાંથી પ્રાપ્ત થઈ ગણપતિના મોદકના સ્વાદમાં વધારો કરે છે. ઉપરાંત લૂઝ મોશન અને અન્ય તકલીફોમાં અફીણ અને ખસખસનો દવા તરીકે ઉપયોગ પણ થતો આવ્યો છે. રાજાશાહીમાં યુધ્ધના મેદાનમાં જતાં પહેલાં યોદ્ધાઓ અને ડેલીઓના ડાયરામાં બેઠેલાં મહેમાનોમાં ખોબલેને ધોબલે કસુંબાઓ પાવામાં આવતાં. કસુંબલ ડાયરાઓનું પણ લોકસાહિત્યમાં એક આગવું મહત્વ છે. ત્યારે અફીણની આટલી પિષ્ટપેષણ પછી ફોટોમાં આપેલ પત્ર એ ફરાદી જાગીરદાર

मोढेरा सूर्य मंदिर गुजरात सोलंकी वंश भीमदेव प्रथम 1026 ई.

🌞इस सूर्यमंदिर को सोलंकी वंश के राजा भीमदेव प्रथम ने 1026 ई. में दो हिस्सों में बनवाया था।मोढेरा सूर्य मंदिर गुजरात के पाटन नामक स्थान से 30 किलोमीटर दक्षिण की ओर मोढेरा गॉव में निर्मित है। यह सूर्य मन्दिर विलक्षण स्थापत्य और शिल्प कला का बेजोड़ उदाहरण है। इस मंदिर के निर्माण में जोड़ लगाने के लिए कहीं भी चूने का प्रयोग नहीं किया गया है। ईरानी शैली में बने इस मंदिर को सोलंकी वंश के राजा भीमदेव प्रथम ने 1026 ई. में दो हिस्सों में बनवाया था। जिसमें पहला हिस्सा गर्भगृह का और दूसरा सभामंडप का है। गर्भगृह में अंदर की लंबाई 51 फुट, 9 इंच और चौड़ाई 25 फुट, 8 इंच है। मंदिर के सभामंडप में कुल 52 स्तंभ हैं। इन स्तंभों पर विभिन्न देवी-देवताओं के चित्रों के अलावा रामायण और महाभारत के प्रसंगों को बेहतरीन कारीगरी के साथ दिखाया गया है। इन स्तंभों को नीचे की ओर देखने पर वह अष्टकोणाकार और ऊपर की ओर देखने से वह गोल नजर आते हैं। मंदिर का निर्माण कुछ इस प्रकार किया गया था कि सूर्योदय होने पर सूर्य की पहली किरण मंदिर के गर्भगृह को रोशन करे। सभामंडप के आगे एक विशाल कुंड है जो सूर्यकुंड या रामकुंड के नाम से

ખેડૂતમિત્રો શું તમારો Pmkisan yojanaનો આ મહીનાનો 2000નો હપ્તો આવી ચુક્યો છે? તમારો હપ્તો ચેક કરો સરળ રીતે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ(6000rs)માં તમારાં ગ્રામના લાભાર્થીઓનું લીસ્ટ ચેક કરો. Pmkisan sanman nidhi yojana Check the direct name. See a list of each village here. Check your status

Pmkisan yojana ખેડૂતમિત્રો Pmkisan yojanaનો આ મહીનાનો 2000નો હપ્તો ચેક કરવા માટેના સ્ટેપ. 1) આપેલ લિંક પર ક્લિક કરો.  2) આપેલ ફોટોમાં દર્શાવેલ મેનુ ખૂલશે.  3) ત્રણ ઓપ્શન           (1)આધાર નંબર          (2)એકાઉન્ટ નંબર           (3)મોબાઈલ નંબર  આપેલ ત્રણમાંથી એક વિકલ્પ પસંદ કરી ભરો.  4) આપેલ ફોટો મુજબ જમા થયેલ 2000રુ ની વિગતો દર્શાવશે જે આપ પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો...  Check your beneficiary status Pmkisan yojana 🔊પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિમાં દરેક ગામના લાભાર્થીઓનું લીસ્ટ જોવા માટે આપેલ લિંકમાં રાજ્ય, જિલ્લો, તાલુકો, ગામ પસંદ કરો ડાયરેકટ નામ ચેક કરો. દરેક ગામનું લિસ્ટ અંહી જોવો.  📲મોબાઈલ નંબર, એકાઉન્ટ નંબર અથવા આધાર નંબર આધારિત તમારું લાભાર્થી તરીકેનું સ્ટેટસ તપાસો.   આપેલ લિંક પર  ક્લિક કરો . ⏬ https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx ➡️Select the state, district, taluka, village in the given link to see the list of beneficiaries of each village in the Prime Minister's Kisan Sanman Nidhi.  Check the direct name.  See a list of each village here. Check your status as a

🙏🏻ભજનની ભૂમિ : ફરાદી-કચ્છ

🙏🏻ભજનની ભૂમિ : ફરાદી-કચ્છ  કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહીરની જુગલ જોડી  ભજન માટે આપેલ લિંક પર ક્લિક કરો ⬇️ https://youtu.be/Y6qrDXm8wrg #mayabhai_ahir, #kirtidan_gadhvi ફરાદી મધ્યે મહા શિવરાત્રીના મહાપર્વ નિમિત્તે રાજગોર મણિશંકર પરિવાર(કારા જ્વેલર્સ - દુબઈ) તરફથી ભીડભંજન મહાદેવ મંદિરના પ્રાંગણમાં  ભવ્ય સંતવાણી /લોકડાયરો/રામભાવ ભજનનો પ્રોગ્રામ રાખેલ.  આ પ્રોગ્રામમાં ગુજરાત કોહિનૂર સૂરસમ્રાટ કીર્તિદાન ભાઈ ગઢવી અને  લોક સાહિત્યકાર હાસ્ય સમ્રાટ માયાભાઈ આહીરનો પ્રોગ્રામ વેગડ સાઉન્ડના સથવારે પ્રયોજન થયું.  આમ તો ફરાદી, તા. માંડવી (ક્ચ્છ) એ ભજન સમ્રાટ એવા પૂજ્ય નારાયણ સ્વામી બાપુની કર્મ ભૂમી સમાન છે.  વર્ષો સુધી તેઓએ ફરાદીમાં રામદેવપીરના સાનિધ્યમાં ભજનની ભક્તિ /લોકડાયરા કર્યા.  તેઓના સમય બાદ પણ ફરાદી મધ્યે નામી - અનામી ભજન કલાકારોએ પોતાના સુર રેલાવ્યા છે.  ત્યારે લાગે કે ફરાદી ચોક્કસ દૈવત્વ ધરાવતી ભૂમિ લાગે છે માટે જ ફરાદી ના વતની "શ્યામ" એ,  આ ભૂમિ ના ઋણ સ્વિકાર અને પ્રેમ માટે 'મને મારું વતન પ્યારૂ છે' એ ગીત ની રચના 2011 માં કરેલ હતી.  રામદેવપીરના સાક્ષાત્કાર અને આશાપુરાન

ઐતિહાસિક વારસાનું જતન - ફરાદી કચ્છ ના સંક્ષિપ્ત ઐતિહાસિક માહિતી સાથે..

ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.        ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવનાર જાગીર હતી. Ht

ad