#નોબત
શુભપ્રસંગે અથવા યુદ્ધના સમયે વગાડવામાં આવતી.
નર અને માદા એમ બે જોડમાં હોમ.
નોબતનું તળિયું તાંબું-પિત્તળ કે પંચધાતુનુ હોય જેથી તેનો સ્વર તબલાં, નગારું, નરઘાંથી અલગ પડે છે.
રાજાશાહી વખતથી કચ્છમાં લગ્ન હોઇ કે, ત્યૌહાર પણ નોબત અને શરણાઇના સૂર ન રણકે ત્યાર સુધી ખુશીનો માહોલ બંધાય જ નહીં પરંતુ આજે ફેશનનો મોર્ડન જમાનો છે. ત્યારે લોકો આવા સાંસ્કૃતિક વાધ્યોને ભૂલી રહ્યા છે.
એક જમાનો હતો જ્યાં લગ્ન નક્કી થતાં જ ઢોલની ઘરના આંગણે ઢોલ વગાડતા અને પરિવારની સ્ત્રીઓ ઢોલ વધાવતી પરંતુ આજે આ પરંપરા માત્ર #દરબાર જ્ઞાતીના લોકોમાં જ જીવંત છે.
કચ્છમાં નોબત અને શરણાઇનો ચારસો વર્ષ જૂની સંસ્કૃતિ છે પરંતુ આજે ભુજની અંદર શરણાઇ, નોબત, મોરચંગ કે જોડિયા પાવા જેવા વાધ્યો લગ્નપ્રસંગોમાં જોવા મળતા નથી. અને તેના કલાકારો પણ આંગણીના વેંઢે ગણી શકાય તેટલા જ રહ્યા છે.
> કચ્છી વાદકે #એફીલ ટાવર પર નોબત વગાડી હતી કચ્છના #સુલેમાન_જુમા નું નામ નોબત વાદનક્ષેત્રે ગૌરવથી લેવાય છે. #ફ્રાન્સની સરકારે તેના નોબત વાદનથી પ્રભાવિત થઇ તેને એફિલ ટાવર પર નોબત વગાડવાનું આમંત્રણ આપ્યું હતું. જ્યાં આ કચ્છી કલાકારે નોબત વગાડીને મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આજે પણ નોબત વાદનમાં વાત થાય તો સુલેમાન જુમાનું નામ સૌથી પહેલા હોય છે. પરંતુ હવે સુલેમાન જુમાને અનુસરતા કલાકારોની સંખ્યા ખુબ ઓછી રહી છે.
> કચ્છી નોબતે #અમેરિકામાં ધૂમ મચાવી ભુજના આબીદ રમજૂ ઇશાણી કે જેઓ વ્યવસાયે નોબત વગાડે છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી તેમની ટીમ સાથે નવરાત્રી દરમિયાન અમેરિકા પ્રોગ્રામ આપવા જાય છે. અને તેમની નોબત શરણાઇ અને ઢોલની તાલ પર વિદેશી ખેલૈયાઓને ગરબે ઘૂમાવે છે. પરંતુ અફસોસ કે જ્યાંની આ કલા છે ત્યાં વિસરાઇ રહી છે.
> કચ્છી લગ્નગીતો આજે ભૂલાતા જાય છે શહેર ગાયા શહેરા ગયા હજરત શહેરા આવા ગાયા, લાડી બાઇની શહેરા ગાયા જેવા કચ્છી લગ્નગીતો આજે જવલેજ સાંભળવા મળે છે.
> કચ્છી લોકગીતને જીવંત રાખવા જરૂરી લગ્નોત્સવમાં કચ્છી સંસ્કૃતિના અભિન્ન અંગ સમા કચ્છી લગ્નગીતોની કલાને જીવંત રાખવાનો પ્રયત્ન કરી રહેલા ૫૨ વર્ષીય હમીદાબાઇ લાડકા કહે છે કે, પ્રસંગો પાત લોકગીતો તથા લગ્નગીતો ગાવા એ તેમનો પેઢીઓથી ચાલ્યો આવતો વ્યવસાય છે. પરંતુ આજે આ કલા લુપ્ત થઇ રહી છે. જેને જિવંત રાખવા હમીદાબાઇ તેમની આઠ સખીઓની મંડળી સાથે આજે પણ મહાજનોને ત્યાં જનોઇ શ્રીમંત તથા લગ્ન પ્રસંગે ગીત ગાવા જાય છે.
> દુર્લભ વાધ્યોના કલાકારો પણ દુર્લભ નોબત, શરણાઇ, મોરચંગ અને જોડિયા પાવા જેવા દુર્લભ વાધ્યો વગાડતા કલાકારોની સંખ્યા ભુજમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ રહી છે શહેરમાં આ વાધ્યોને વગાડવાના જાણકાર ૧૦ જેટલા લોકો જ છે.
> કચ્છના વાધ્યોની કલાને જીવંત રાખવા પ્રયાસ સંગીત કલાને જિવંત રાખવા પેઢીઓથી આ વ્યવસાય સાથે જોડાયેલા અને દેશ-વિદેશમાં કાર્યક્રમ આપી ચૂકેલા નજીર હુશેન લંઘા, આ કલાને લોકોને શીખવવા માંગે છે. આ વાધ્યોની કલાના કસબીઓની સંખ્યામાં વધારો કરવો એ તેમનુ સ્વપ્ન છે.
https://faradijagir.blogspot.com
Comments
Post a Comment