#નોબત શુભપ્રસંગે અથવા યુદ્ધના સમયે વગાડવામાં આવતી. નર અને માદા એમ બે જોડમાં હોમ. નોબતનું તળિયું તાંબું-પિત્તળ કે પંચધાતુનુ હોય જેથી તેનો સ્વર તબલાં, નગારું, નરઘાંથી અલગ પડે છે. રાજાશાહી વખતથી કચ્છમાં લગ્ન હોઇ કે, ત્યૌહાર પણ નોબત અને શરણાઇના સૂર ન રણકે ત્યાર સુધી ખુશીનો માહોલ બંધાય જ નહીં પરંતુ આજે ફેશનનો મોર્ડન જમાનો છે. ત્યારે લોકો આવા સાંસ્કૃતિક વાધ્યોને ભૂલી રહ્યા છે. એક જમાનો હતો જ્યાં લગ્ન નક્કી થતાં જ ઢોલની ઘરના આંગણે ઢોલ વગાડતા અને પરિવારની સ્ત્રીઓ ઢોલ વધાવતી પરંતુ આજે આ પરંપરા માત્ર #દરબાર જ્ઞાતીના લોકોમાં જ જીવંત છે. કચ્છમાં નોબત અને શરણાઇનો ચારસો વર્ષ જૂની સંસ્કૃતિ છે પરંતુ આજે ભુજની અંદર શરણાઇ, નોબત, મોરચંગ કે જોડિયા પાવા જેવા વાધ્યો લગ્નપ્રસંગોમાં જોવા મળતા નથી. અને તેના કલાકારો પણ આંગણીના વેંઢે ગણી શકાય તેટલા જ રહ્યા છે. > કચ્છી વાદકે #એફીલ ટાવર પર નોબત વગાડી હતી કચ્છના #સુલેમાન_જુમા નું નામ નોબત વાદનક્ષેત્રે ગૌરવથી લેવાય છે. #ફ્રાન્સની સરકારે તેના નોબત વાદનથી પ્રભાવિત થઇ તેને એફિલ ટાવર પર નોબત વગાડવાનું આમંત્રણ આપ્યું હતું. જ્યાં આ કચ્છી કલાકારે નોબત વગાડીને...
FARADI JAGIR : ફરાદી જાગીર
The History of Faradi Jagir